વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ અને ફોર્મ 2026 | Vahli Dikri Yojana

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવાની રીત | Vahli Dikri Yojana

બાળકીઓની શિક્ષા અને તેઓના લગ્ન દરમિયાન જરૂર પડતી નાણાકીય સહાય ને પુરી પાડવાના હેતુથી બનાવેલી સ્કીમને વ્હાલી દીકરી યોજના નામ આપવામાં આવ્યું છે. જેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા ફોર્મ ભરવાની રીત અહીં દર્શાવી છે.

છોકરીઓનો જન્મ દર વધારવા માટેનો આ એક શ્રેષ્ઠતમ પ્રયાસ ગણાય છે. જેના દીકરીઓના જન્મ બાદ તેઓને નાણાકીય રકમ પુરી પાડવામાં આવે છે. અત્યાર સુધી અનેક લોકો આ યોજનાનો લાભ મેળવીને આનંદિત છે.

યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય રકમની જાણકારી નીચે અનુસાર આપવામાં આવી છે.

  • જન્મ સમયે: 4 હજાર રૂપિયા
  • શાળા પ્રવેશ સમયે: 6 હજાર રૂપિયા
  • ગ્રેજ્યુએશન સમયે: 1 લાખ રૂપિયા

વર્ષોથી આપણા સમાજમાં દીકરીઓને આર્થિક બોજો ગણવામાં આવે છે. જો કે આવી યોજનાઓ આવી માન્યતાઓને ખોટી સાબિત કરવામાં સફળ રહે છે. યોજના દ્વારા બાળકીઓના જન્મ અને શિક્ષણને ખુબ પ્રોત્સાહન મળ્યું છે.

વહાલી દીકરી યોજના (ડોક્યુમેન્ટ અને ફોર્મ)

બાળકીઓના કલ્યાણના હેતુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી યોજનાને વહાલી દીકરી યોજના નામ આપવામાં આવ્યું છે. જે હેઠળ તેઓને નાણાંકીય સહાય આપવામાં આવતી હોય છે.

મુદ્દોવિગતો
યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
પ્રારંભ વર્ષ2019 (ગુજરાત સરકાર)
ઉદ્દેશ્યદીકરીના જન્મને પ્રોત્સાહન આપવો, શિક્ષણને આધાર આપવો અને લગ્ન/ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવી
લાભાર્થીગુજરાત રાજ્યની દીકરીઓ
પાત્રતા• દીકરીનો જન્મ 2 ઑગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ
• કુટુંબની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ
આર્થિક સહાય (કુલ ₹1,10,000)• ધોરણ 1માં પ્રવેશ સમયે: ₹4,000
• ધોરણ 9માં પ્રવેશ સમયે: ₹6,000
• 18 વર્ષની ઉંમરે (લગ્ન કે ઉચ્ચ શિક્ષણ): ₹1,00,000
અરજી કરવાની જગ્યા• આંગણવાડી કેન્દ્ર
• મામલતદાર કચેરી
• જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી
• Digital Gujarat Portal (ઓનલાઈન)
આવશ્યક દસ્તાવેજોદીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું આધારકાર્ડ, લગ્ન પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રેશન કાર્ડ, શાળાનો દાખલો, Self-Declaratio

વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ માટે તેણીનું આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ અને લગ્ન પ્રમાણપત્ર, રેશન કાર્ડ તથા શાળા પ્રવેશપત્રની જરૂર પડતી હોય છે. આ દસ્તાવેજો દ્વારા જ ફોર્મ ભરી શકાય છે.

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો

જો કે જે દીકરીનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 2019 પછી થયો હોય તેવી જ બાળકીઓ આના માટે યોગ્ય પાત્ર ગણાય છે. અન્યથા તે પહેલા જન્મેલ બાળક માટે આ લાભ લઇ શકાશે નહીં.

વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ 2026

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી વ્હાલી દીકરી યોજના દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો એક સરાહનીય પ્રયાસ છે. આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સુધી સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે.

મુખ્ય રીતે બાળકીઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશેની જાણકારી નીચે અનુસાર છે.

જરૂરી દસ્તાવેજઉપયોગ / ઉદ્દેશ્ય
દીકરીનું જન્મ પ્રમાણપત્રજન્મ તારીખ અને પાત્રતા પુરવાર કરવા
માતા-પિતાનું આધાર કાર્ડઓળખ પુરવાર કરવા માટે
લગ્ન પ્રમાણપત્રમાતા-પિતા લગ્નિત છે તે દર્શાવવા માટે
આવક પ્રમાણપત્રકુટુંબની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી છે તે પુરવાર કરવા
રેશન કાર્ડકુટુંબની ઓળખ તથા સરનામું પુરવાર કરવા
શાળાનો પ્રવેશ દાખલો (જો લાગુ પડે)દીકરી શિક્ષણમાં દાખલ છે તે દર્શાવવા માટે
Self-Declaration (સ્વ-ઘોષણા)અગાઉના એફિડેવિટને બદલે જરૂરી પુરાવો
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફઅરજી ફોર્મમાં જોડવા માટે

વ્હાલી દીકરી યોજનાની પાત્રતા

જેવી રીતે મોટા ભાગની દરેક સરકારી યોજનાઓમાં દસ્તાવેજોની જરૂર ઉભી થતી હોય છે. એવી જ રીતે આ યોજનામાં પણ બાળકીઓ પાસે અને તેના માતા પિતા પાસે અમુક જરૂર યોગ્યતા માપદંડ હોવા જોઈએ. એના આધાર પર જ એ નક્કી થાય છે તેઓ લાભ મેળવવા માટે યોગ્ય પાત્ર છે કે નહીં.

જો તમે પણ યોજના અંગેના પાત્રતા માપદંડોની માહિતી મેળવવા માંગો છો તો તે નીચે પ્રમાણે છે.

  • દીકરીનો જન્મ 2 ઑગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ.
  • દીકરી ગુજરાત રાજ્યની સ્થાયી રહેવાસી હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ.
  • પરિવાર પાસે રેશન કાર્ડ અથવા માન્ય રહેઠાણ પુરાવું હોવું જોઈએ.
  • માતા-પિતાનું આધાર કાર્ડ અને લગ્ન પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • દીકરી શાળા કે આંગણવાડીમાં દાખલ થયેલી હોવી જોઈએ (વય પ્રમાણે).
  • એક કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.

વહાલી દીકરી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા

વ્હાલી દીકરી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ દરેક દસ્તાવેજો પૂરાં હોવા જરૂરી છે. સૌપ્રથમ, માતા-પિતાએ દીકરીના જન્મ પછી તેનું જન્મ પ્રમાણપત્ર બનાવવું પડે છે, કારણ કે આ યોજનામાં તે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે તમે પણ મુંઝવણમાં છો તો અમે અહીં મુશ્કેલી દૂર કરતા સરળ શબ્દોમાં પુરી અરજી પ્રક્રિયા દર્શિત કરી છે.

(1) જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • લગ્ન પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર (વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ)
  • રેશન કાર્ડ / રહેઠાણ પુરાવું
  • શાળાનો દાખલો (જો લાગુ પડે)

(2) અરજી કરવાની રીત પસંદ કરો

  • ઓનલાઇન અરજી: Digital Gujarat Portal દ્વારા.
  • ઓફલાઇન અરજી: નજીકના આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં.

(3) ફોર્મમાં વિગતો ભરો

  • દીકરીનું નામ, જન્મતારીખ
  • માતા-પિતાની માહિતી અને સરનામું
  • બેંક એકાઉન્ટની વિગતો (જ્યાં સહાય રકમ જમા થશે)
  • જરૂરી દસ્તાવેજોની નકલ જોડો

(4) અરજી સબમિટ કરો

  • ઓનલાઇન માટે પોર્ટલ પર Submit કરો.
  • ઑફલાઇન માટે સંબંધિત કચેરીમાં ફોર્મ સાથે દસ્તાવેજો આપો.
  • અરજી સબમિટ કરવામાં ભૂલ ન થવી જોઈએ.

(5) ચકાસણી પ્રક્રિયા

  • અધિકારીઓ દ્વારા દાખલ કરેલી વિગતો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે.
  • તપાસમાં જો તમારી અરજી યોગ્ય સાબિત થાય તો ફોર્મ પાસ ગણવામાં આવશે.
  • આગળની પ્રક્રિયા આ ફોર્મને લાભ માટે માન્યતા આપવામાં આવશે.

(6) મંજુરી પછી લાભ મેળવો

  • અરજી મંજૂર થતાં જ યોજના મુજબની સહાય રકમ તબક્કાવાર સીધી બેંક ખાતામાં જમા થાય છે.
  • યોજના ના ધારાધોરણ મુજબ અરજદારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

વહાલી દીકરી યોજના ફોર્મ વિશે માહિતી

ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે વ્હાલી દીકરી યોજના અંગેનું ફોર્મ ક્યાંથી મેળવવું? તો આને તમે કોઈ પણ નજીકના આંગણવાડી કેન્દ્ર ઉપરથી લઇ શકો છો. તાલુકા આઈસીડીએસ કચેરી અથવા જિલ્લા મહિલા બાળ વિકાસ કચેરી પણ આ ફોર્મ સરળતાથી મળી જશે.

વહાલી દીકરી યોજના ફોર્મ

જો તમે ઓનલાઇન ફોર્મ ભરવા ઈચ્છો છો તો ડિજિટલ ગુજરાત નામની વેબસાઈટથી આ ફોર્મ ભરી શકાય છે. આ ફોર્મનો ફોટો તથા તેની વિગતો તમે નીચે અનુસાર જોઈ શકો છો.

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ

વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે .

જેથી માતા-પિતાને દીકરીના અભ્યાસમાં ખર્ચનો ભાર ઓછો થાય અને દીકરીઓ આગળ વધી શકે. દીકરીને શિક્ષણ મળે તો તે માત્ર પોતાનું જ નહીં પરંતુ પરિવાર અને સમગ્ર સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરી પ્રત્યે સમાજમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો, કન્યાશિક્ષણમાં વધારો કરવાનો અને દીકરીઓને સશક્ત બનાવવાનો છે.

આ યોજના દ્વારા સરકારે દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરીને તેમને આત્મનિર્ભર અને સમાજમાં સમાન સ્થાન અપાવવા માટે એક મજબૂત પગલું ભર્યું છે.

વ્હાલી દીકરી યોજનાની નાણાકીય સહાય

ગુજરાત સરકારની આ યોજના હેઠળ દીકરીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે તબક્કાવાર નાણાકીય સહાય આપવામાં આવે છે. જેની માહિતી નીચેના આધારે તમે સરળતાથી લઇ શકો છો

  • દીકરી જ્યારે ધોરણ ૧૧માં પ્રવેશ લે છે ત્યારે ₹4,000 ની સહાય મળે છે.
  • દીકરી જ્યારે ધોરણ ૧૨માં પ્રવેશ લે છે ત્યારે ₹6,000 ની સહાય મળે છે.
  • ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લે છે ત્યારે દર વર્ષે ₹1,00,000 સુધી ની સહાય મળે છે.

ગ્રેજ્યુએશનમાં અપાતી સહાય લગભગ કુલ 3 અથવા 4 વર્ષ સુધીના અભ્યાસના સમયગાળા સુધી ફાળવવામાં આવે છે. આ સિવાય તેણીને પોતાના લગ્ન સમયે પર સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે.

આમ, જો દીકરી ધોરણ ૧૧થી લઈને ગ્રેજ્યુએશન સુધી સતત અભ્યાસ કરે તો તેને કુલ મળીને લગભગ ₹1,10,000 થી ₹1,16,000 સુધીની નાણાકીય સહાય સરકાર દ્વારા મળે છે.

વ્હાલી દીકરી યોજનાનું ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું

વ્હાલી દીકરી યોજના એ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને તેમના બાળલગ્ન અટકાવવાનો છે. જો તમે આ યોજના હેઠળ અરજી કરી હોય અને તેનું સ્ટેટસ (સ્થિતિ) જાણવા માંગતા હોવ, તો તમે ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો.

ઓનલાઇન સ્ટેટસ ચેક કરવાની રીત:

  • સૌ પ્રથમ ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://wcd.gujarat.gov.in/ પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર ‘વ્હાલી દીકરી યોજના’ (Vali Dikri Yojana) ના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે લોગિન અથવા એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટેનું પેજ ખુલશે.
  • તમારા એપ્લિકેશન નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરો.
  • સુરક્ષા કોડ (કેપ્ચા) દાખલ કરીને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમારી અરજીનું વર્તમાન સ્ટેટસ દેખાશે, જેમ કે – અરજી પેન્ડિંગ છે, મંજૂર થઈ ગઈ છે, અથવા કોઈ દસ્તાવેજ ખૂટે છે.

જો સ્ટેટસમાં કોઈ સમસ્યા દેખાય, તો તમે નજીકની આંગણવાડી કે જિલ્લાની મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી શકો છો. સમયસર સ્ટેટસ તપાસતા રહેવાથી યોજનાનો લાભ મેળવવામાં સરળતા રહે છે.

સવાલ જવાબ (FAQ)

ગુજરાત તથા ભારતમાં અત્યંત લોકપ્રિયતા પામેલી વ્હાલી દીકરી યોજનાને લઈને લોકોમાં ઘણા સવાલ છે. તેમાંથી મોટાભાગના મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શિત કરવામાં આવેલા છે.

(1) વ્હાલી દીકરી યોજના શું છે તેની માહિતી આપો?

સરકાર દ્વારા બાળકીઓને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવેલી સ્કીમને વહાલી દીકરી યોજના નામ આપવામાં આવ્યું છે. જે હેઠળ તેઓને નાણાકીય રકમ આપવામાં આવતી હોય છે.

(2) વહાલી દીકરી યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય રકમ આપવામાં આવે છે?

વહાલી દીકરી યોજના દ્વારા બાળકીઓના જન્મને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેઓના માતા પિતા પરથી આર્થિક બોજો પણ હળવો થતો જણાય છે. આ હેઠળ નીચે દર્શાવેલી રકમ મળતી હોય છે.

  • પ્રથમ તબક્કો: 4 હજાર
  • દ્વિતિય તબક્કો: 6 હજાર
  • તૃતીય તબક્કો: 1 લાખ રૂપિયા

(3) ક્યારે જન્મેલ બાળકી આ યોજના માટે યોગ્ય ગણાય છે?

2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી તમામ બાળકીઓ અને તેઓના પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેઓ આ યોજના માટે યોગ્ય ગણાય છે.

(4) વ્હાલી દીકરી યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જરૂરી છે.

વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ માટે તમારે માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર, દીકરીના જન્મનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકના દાખલાની જરૂર પડતી હોય છે.

(5) વહાલી દીકરી યોજનાની અરજી પ્રક્રિયા જણાવો?

સરકાર દ્વારા બાળકીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી વ્હાલી દીકરી યોજનાની અરજી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે થઇ શકે છે.

આશા કરુ છુ વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવાની રીતે વિશેની તમામ માહિતી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.

VAHLI DIKRI
Hindu Baby Names 👶
✨ DAILY UPDATES

તમારા બાળક માટે સુંદર નામ શોધો

યુનિક, અર્થસભર અને હિંદુ બેબી નામોની નવી અપડેટ્સ હવે સીધી WhatsApp પર મેળવો.

👧 છોકરીઓના નામ
👦 છોકરાઓના નામ
🪔 રાશિ પ્રમાણે નામ
📖 નામનો અર્થ
Join WhatsApp Channel
✓ Free to Join 🔔 Get New Updates 💜 Vahli Dikri
We will be happy to hear your thoughts

Leave a reply

Vahli Dikri
Logo