કન્યા કેળવણી યોજના 2025 | Kanya Kelavani Yojana Gujarat

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો
કન્યા કેળવણી યોજના 2025 | Kanya Kelavani Yojana Gujarat

ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી બાળકીઓને ધ્યાનમાં રાખતા કન્યા કેળવણી યોજના બનાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી આ યોજનાને દેશની દીકરીઓ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

કારણ કે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને અભ્યાસ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. જે ભણવામાં ઘણી હોશિયાર હોય તેને આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ પેઠે નાણા ફાળવવામાં આવે છે.

જ્યારથી આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બાળકીઓ આનો લાભ ઉઠાવી શકી છે. બધું જ ગણીને જોઈએ તો યોજના દ્વારા કુલ 6 લાખ જેટલા નાણા મળે છે. જેનો ઉપયોગ અભ્યાસ માટે કરી શકાય છે.

કન્યા કેળવણી નિધિ યોજના

રાજ્યની કેટલીય એવી બાળકીઓ છે જે ભણવામાં તો ઘણી હોશિયાર હોય છે, પરંતુ તેને આગળ આવવાનો મોકો મળતો નથી. આવી છોકરીને ધ્યાનમાં રાખતા આપણી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી નિધિ યોજના બનાવવામાં આવી છે.

યોજના દ્વારા મળતી રકમની જાણકારી નીચે અનુસાર આપવામાં આવી છે.

  • કન્યા કેળવણી યોજના શરૂઆતી રકમ: 4 લાખ
  • કન્યા કેળવણી યોજનાની આગળની રકમ: 2 લાખ

માધ્યમિક બાદ તેણીને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે 4 લાખ જેટલી રકમ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ જો તે વધુ અભ્યાસ કરવા માંગે તો તેને બાકીની 2 લાખ જેટલી રકમ મળતી હોય છે. આમ કન્યાને કુલ 6 લાખની સ્કોલરશીપ મળતી હોય છે.

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો

આ સરકારી સ્કીમ માટે સરકારી તરફથી એક અલગ અને મોટું બજેટ તૈયાર કરવામાં આવે છે. જે હેઠળ દર વર્ષે યોજનાનો લાભ લેતી કન્યાઓને સહાય રકમ આપવામાં આવતી હોય છે.

કન્યા કેળવણી યોજના

દિવસે ને દિવસે આ યોજનાનો વ્યાપ વધતો જાય છે. તેથી સરકાર દ્વારા દર વર્ષે યોજનામાં અવનવા અને લાભકારી પરિવર્તન લાવતી રહે છે. તેથી યોજના માટે યોગ્ય દસ્તાવેજો દ્વારા અરજી કરવી હિતાવહ ગણાય છે.

ટૂંકમાં યોજના અંગેની વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો અહીં દર્શાવેલું ટેબલ તમારા માટે ઉપયોગી છે.

વિષયવિગતો
યોજનાનું નામકન્યા કેળવણી યોજના
યોજનાનો હેતુદીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે સહાય પૂરી પાડવી
લાભાર્થીગુજરાત રાજ્યની કન્યા વિદ્યાર્થીઓ
પાત્રતા– અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ
– કન્યા શાળામાં ભણતી હોવી જોઈએ
– પરિવારની આવક નિર્ધારિત મર્યાદા હેઠળ હોવી જોઈએ
જરૂરી દસ્તાવેજો– આધાર કાર્ડ
– જન્મનો દાખલો
– સ્કૂલ બોનાફાઈડ / અભ્યાસ પ્રમાણપત્ર
– રેશન કાર્ડ
– આવકનો દાખલો
– બેંક પાસબુકની નકલ
– જાતિ દાખલો (લાગુ પડે તો)
અરજી કરવાની રીત✅ ઓનલાઈન (e-SamajKalyan Portal)
✅ ઓફલાઈન (તાલુકા કચેરી / જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી / આંગણવાડી કેન્દ્ર)
લાભની પદ્ધતિલાભાર્થીના બેંક ખાતામાં સીધું જ સહાયની રકમ જમા કરવી
ચકાસણીતાલુકા કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દસ્તાવેજોની તપાસ
લાભ મળ્યા પછીકન્યાના અભ્યાસમાં પ્રોત્સાહન મળે છે અને અભ્યાસ ચાલુ રાખવા સહાય મળે છે

કન્યા કેળવણી યોજનાનો મુખ્ય હેતુ

કન્યા કેળવણી સ્કોલરશિપ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે અને તેઓ આર્થિક અછતને કારણે અભ્યાસમાં પાછળ ન રહી જાય. આ યોજના દ્વારા દીકરીઓને શૈક્ષણિક સહાય મળી રહે છે જેથી તેઓ નિર્ભયતાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

આ યોજનાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે

  • શિક્ષણ પ્રોત્સાહન: દીકરીઓને અભ્યાસ માટે પ્રેરણા મળે અને તેઓ શાળા-કોલેજ સુધી સતત શિક્ષણ મેળવી શકે.
  • આર્થિક સહાય: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના શિક્ષણના ખર્ચમાં રાહત મળે.
  • લગ્નના કારણે અધૂરું શિક્ષણ અટકાવવું: ઘણીવાર દીકરીઓનું શિક્ષણ આર્થિક પરિસ્થિતિ કે વહેલા લગ્નને કારણે અધૂરું રહી જાય છે, તેને અટકાવવાનો મુખ્ય હેતુ.
  • લિંગ સમાનતા: દીકરીઓને દીકરાઓની જેમ સમાન તક મળી રહે, અને સમાજમાં શિક્ષણ દ્વારા સશક્ત બની શકે.
  • સામાજિક વિકાસ: દીકરીઓ શિક્ષિત બને તો પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.

કન્યા કેળવણી યોજનાની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. આ યોજના હેઠળ દીકરીઓને શાળામાં દાખલ થવા, ભણતરની સતતતા જાળવી રાખવા અને છોકરીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પ્રયાસ થાય છે. પાત્રતા નીચે મુજબ છે.

પાત્રતા માપદંડ

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ.
  • યોજનાનો લાભ માત્ર દીકરીઓને મળે છે.
  • દીકરીનો દાખલો સરકારી અથવા સહાય પ્રાપ્ત શાળામાં હોવો જોઈએ.
  • દીકરીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલો હોવો જોઈએ.
  • ખાસ કરીને ગરીબ, આર્થિક રીતે નબળા તથા પછાત વર્ગોના પરિવારોને આ યોજના લાભદાયી છે.
  • દીકરીએ ધોરણ 1 માં પ્રવેશ લેતી વખતે યોજનાનો લાભ મળી શકે છે.
  • જે પરિવારો પાસે બીજો દીકરો હોય અને દીકરી શિક્ષણ લેતી હોય, તેઓ પણ યોજનાની શરતો મુજબ લાભ મેળવી શકે છે.

આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓનું શિક્ષણ પ્રોત્સાહિત કરવું, શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી, તેમજ “બેટી બચાવો, બેટી ભણાવો” ના સૂત્રને મજબૂત બનાવવાનો છે.

કન્યા કેળવણી યોજનાના દસ્તાવેજો

સામાન્ય રીતે કોઈ પણ સરકારી યોજનાની અરજી કરવા માટે અમુક ચોક્કસ પ્રકારના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. આના કારણે જ જાણી શકાય છે કે અરજી કરનાર કોણ વ્યક્તિ છે. કન્યા કેળવણી નિધિ યોજનાબા દસ્તાવેજોની યાદી નીચે પ્રમાણે છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મનો દાખલો / સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (કન્યાનો જન્મ તારીખ પુરવાર કરવા માટે)
  • કન્યાનો ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ)
  • શાળાનું પ્રમાણપત્ર (કન્યા અભ્યાસ કરે છે તેનો પુરાવો)
  • અભ્યાસ પ્રમાણપત્ર / બોનાફાઈડ સર્ટિફિકેટ
  • વાલીનું ઓળખપ્રમાણ (આધાર કાર્ડ / મતદાર કાર્ડ / રેશન કાર્ડ)
  • રેશન કાર્ડની નકલ (પરિવારની આવક અને આર્થિક સ્થિતિ દર્શાવવા માટે)
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો – SC / ST / OBC માટે)
  • આવકનો દાખલો (Income Certificate) વાલીની વાર્ષિક આવક દર્શાવતો

ઉપરોક્ત આપેલા તમામ દસ્તાવેજોના આધાર પર તમે અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો. આના સાથે જ યોજનાનું ફોર્મ ભરેલું હોય તે આ તમામ ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ તમે તેને સબમિટ કરી શકો છો.

કન્યા કેળવણી યોજનાની અરજી પ્રક્રિયા

કન્યા કેળવણી યોજના એ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલી એક લોકહિતકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે સમાજના તમામ વર્ગોની દીકરીઓ અભ્યાસમાં આગળ વધે.

જો તમે આ યોજનાની ઓનલાઇન અરજી કરવા માંગો છો તો નીચેના તમામ પગલાંને ધ્યાનમાં રાખો.

સૌપ્રથમ ઓફિશિયલ પોર્ટલ પર જવું

  • ગુજરાત સરકારની e-SamajKalyan અથવા સંબંધિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં તમારે કયી યોજનામાં અરજી કરવાની છે તેની તપાસ કરી લેવી યોગ્ય છે.

નવી અરજી માટે રજીસ્ટ્રેશન કરવું

  • “New User / Register” પર ક્લિક કરીને તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર કાર્ડની માહિતી આપો.
  • ત્યાર બાદ એ ચકાસણી ચકાસણી કરી લો કે બધી જ જાણકારી યોગ્ય ભરાઈ છે કે નહીં.
  • ત્યારપછી વેરિફિકેશન કરવું. OTP વેરિફિકેશન પછી યુઝર આઈડી અને પાસવર્ડ મળશે.

લોગિન કરવું

  • મળેલ યુઝર આઈડી અને પાસવર્ડ વડે પોર્ટલમાં લોગિન કરો.
  • લોગીન કર્યા બાદ કયી યોજના છે તેને પસંદ કરી લેવી.

યોજના પસંદ કરવી

  • સ્કીમ લિસ્ટમાં જઈને “કન્યા કેળવણી યોજના” પસંદ કરો.
  • અહીં ક્લિક કાર્ય બાદ તમને ફોર્મનું ઓપ્શન દેખાશે ત્યાં જવું.

ઓનલાઈન ફોર્મ ભરવું

  • અરજદાર (કન્યા)ની વ્યક્તિગત માહિતી, જન્મ તારીખ, શૈક્ષણિક માહિતી, વાલીનો વ્યવસાય, આવક વિગેરે માહિતી ભરો.
  • તમામ વિગતો ભર્યા બાદ એ ચેક કરી લેવું જોઈએ કે બધું જ યોગ્ય છે કે નહીં.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરવું

  • આધાર કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ બોનાફાઈડ, રેશન કાર્ડ, આવક દાખલો, બેંક પાસબુક વગેરેની
  • સ્કેન કૉપીઓ PDF અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરો.

અરજી સબમિટ કરવી

  • તમામ માહિતી ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
  • અરજી નંબર જનરેટ થશે, જેને ભવિષ્યમાં ટ્રેકિંગ માટે સાચવી રાખવો.

અરજીનું વેરિફિકેશન

  • સબમિટ થયેલી અરજી તાલુકા કચેરી
  • જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચકાસવામાં આવશે.

મંજુરી અને લાભ

  • અરજી મંજુર થયા બાદ લાભાર્થીના બેંક ખાતામાં સહાય જમા કરાશે.
  • ત્યારબાદ અરજીકર્તા વ્યક્તિ તે રકમનો ઉપયોગ પોતાના શિક્ષણ માટે કરી શકે છે.

કન્યા કેળવણી યોજનાની ઓફલાઈન અરજી પ્રક્રિયા

કન્યા કેળવણી યોજનાની ઓફલાઈન અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌપ્રથમ લાભાર્થીએ અરજી ફોર્મ તાલુકા કચેરી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા નજીકના આંગણવાડી કેન્દ્રમાંથી મેળવવું પડે છે.

અરજી ફોર્મ મેળવવું

  • અરજી ફોર્મ તાલુકા કચેરી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, અથવા નજીકની આંગણવાડી કેન્દ્ર પરથી મેળવી શકાય છે.
  • ઘણી જગ્યાએ સરકારી વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને પણ પ્રિન્ટ લઈ શકાય છે.

ફોર્મ સાચી રીતે ભરવું

  • અરજદાર (કન્યા)નું નામ, જન્મ તારીખ, શાળા/કોલેજનું નામ, વાલીનું નામ, સરનામું, આવક વિગેરે માહિતી ધ્યાનપૂર્વક ભરીવી.

જરૂરી દસ્તાવેજો સાથે જોડવા

  • આધાર કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ બોનાફાઈડ, રેશન કાર્ડ, આવક દાખલો, જાતિ દાખલો (લાગુ પડે તો), બેંક પાસબુકની નકલ વગેરે.
  • બધા દસ્તાવેજો સહી કરેલા (self-attested) હોવા જોઈએ.

અરજી સબમિટ કરવી

  • ભરેલું ફોર્મ અને દસ્તાવેજો તાલુકા કચેરી / જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી / આંગણવાડી સુપરવાઈઝરને સોંપવા.

રસીદ અરજી નંબર મેળવવો

  • અરજી સ્વીકાર્યા પછી રસીદ અથવા અરજી નંબર આપવામાં આવે છે.
  • આ નંબરના કારણે જ આગળ ટ્રેકિંગ કરી શકાય છે.

તપાસ અને ચકાસણી

  • કચેરી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે.
  • જો દસ્તાવેજો યોગ્ય હોય તો અરજી મંજુર થાય છે.

લાભ મળવો

  • અરજી મંજુર થયા બાદ યોજનાનો લાભ સીધો જ બેંક ખાતામાં જમા થાય છે
  • જો કે આ હેઠળ મળતી રકમ યોજનાના નિયમ મુજબ મળે છે.

દીકરી જન્મના વધામણા શુભકામના

આશા કરુ છુ કન્યા કેળવણી યોજના અંગેની તમામ જાણકારી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.

VAHLI DIKRI
Hindu Baby Names 👶
✨ DAILY UPDATES

તમારા બાળક માટે સુંદર નામ શોધો

યુનિક, અર્થસભર અને હિંદુ બેબી નામોની નવી અપડેટ્સ હવે સીધી WhatsApp પર મેળવો.

👧 છોકરીઓના નામ
👦 છોકરાઓના નામ
🪔 રાશિ પ્રમાણે નામ
📖 નામનો અર્થ
Join WhatsApp Channel
✓ Free to Join 🔔 Get New Updates 💜 Vahli Dikri
We will be happy to hear your thoughts

Leave a reply

Vahli Dikri
Logo